મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 27

જગો ભરવાડ ડોક્ટરને લઈને એના ઘરે ગયો. આમ તો જગાનું ઘર દવાખાનથી કંઈ દૂર નહોતું. પણ ડોકટરનો ફોન લેવાઈ જાય ત્યાં સુધી એ જીપને ગામમાં ફેરવતો રહ્યો. ગામના પાદરમાં જ ભરવાડો રહેતા. અને એ ભરવાડવાડામાં જ જગાનું પણ મકાન હતું. જગાની મા કંઈ માંદી નહોતી.   જગાના મકાન ફરતે કાંટાળી વાડ હતી જેમાં કેટલાક ઘેટાં બકરાં ઊભા હતા. કેટલાક ઓસરીમાં ચડીને બેઠા હતા. એક લીમડાનું ઝાડ ફળિયામાં ઊભું હતું. એ ઝાડ નીચે બે ગાયો અને ચાર ભેંસો બેઠી બેઠી વાગોળી રહી હતી. ગાર માટીથી લીંપણ કરેલા ભોંયતળિયામાં કીડીઓ ને મકોડાઓ આંટા મારતા હતા. અને માખીઓ પણ બણબણતી હતી. જગાના બે છોકરા અને એક