One Princess..or the Queen and King - 2

  • 182
  • 68

કાલે જાનવી નો જન્મદિવસ હતો. અને આજે જ તેના મમ્મી પપ્પા તેના માટેની શોપિંગ કરવા જવા માટે તૈયાર થઈ ગયા. ઘર બંધ કરી ને આગળ વધ્યા કે ત્યાં જ મીતભાઈ ના પાક્કા ભાઈબંધ આવી પહોંચ્યા તેમને જોઈને ઘરે આવ્યા અને ઉષાબહેન ચા નાસ્તો બનાવા લાગ્યા. મીતભાઈ તેમના ભાઈબંધ સાથે વાત કરતા હતા. તેમણે મીતભાઈ ને કહ્યું, ભાઈ મારે પૈસા ની જરૂર છે મમ્મી ને દવાખાને દાખલ કર્યા છે તો મને આપ ને. મીતભાઈ પાસે જાનવી ના જન્મદિવસ માટે ના પૈસા ભેગા કરેલા હતા અને મીતભાઈ એ બધા પૈસા કઈ પણ વિચાર્યા વગર તેમને આપી દીધા. તેમના ભાઈબંધ લઈ ને જતા