આસમાની રંગની છત્રી રે.. - 14

  • 198
  • 1
  • 80

14.ભોલારામ હવે ખુશખુશાલ દેખાતો. સહુને કહેતો ફરતો કે બિંદિયાએ સામેથી આ છત્રી એને ભેટ આપી છે.હવે શિયાળો બેસી ચૂકેલો. નજીકમાં સીમમાં વહેલું અંધારું થઈ જતું અને રાતવરત  ચિત્તા, દીપડા જેવાં જાનવરો ઢોરોને ઉઠાવી જવાના બનાવો પણ ક્યારેક બનતા એટલે બિંદિયા હવે  ગાયો ચરાવતી વહેલી  ઘેર આવી જતી.ક્યારેક આ ગામ હતું એનાથી ઉપરવાસમાં ખૂબ ઠંડી પડતી.ભોલારામની દુકાન ફરીથી ચાલવા લાગેલી. શહેરમાંથી ધાબળા અને ચાદરોની ગાંસડી મગાવી એ વેંચવા લાગ્યો. દુકાનમાં જ  સવારે ઉકળતી પહાડી ચા  ની સોડમ  લોકોને આકર્ષવા લાગી અને ઠંડીમાં ગરમ ચા પીવા લોકો આવવા લાગ્યા.એક વાર બિંદિયા અને બિજ્જુ  સવારના પહોરમાં કોઈ કામે શહેર જતી બસ પકડવા નીકળ્યાં.