ભાગ 3 : SK નો પરિચયઊંડી વિચારમાળા દરમિયાન અચાનક છોકરા નો ફોન વાગ્યો"હેલ્લો, મારે તારી જરૂર છે , ખૂબ જ મોટી ઈમરજન્સી છે , હું ડેવિન બોલું છું, સાંભળ, મે એક સેમિનાર વિદ્યાર્થીઓ માટે બોલાવ્યો હતો , એમાં મુખ્ય વક્તા અમુક કારણોસર અનુપસ્થિત રહેશે , જેની જાણ મને અત્યારે થઈ , જો સેમિનાર નહીં થાય તો વિધાર્થીઓ હોબાળો મચાવી દેશે, તો તારે અહીં આવીને વક્તા બનવાનું છે. હું જાણું છું તું મને ના નહિ કહે, તો આપણે સભાખંડ માં મળીએ હું તને સરનામું મોકલી આપું છું "ફોન કપાયો અને પેલો છોકરો વિચારે છે કે - વાહ કેવા મિત્રો છે મારા !થોડા