નિતુ - પ્રકરણ 118

નિતુ : ૧૧૮ (મુલાકાત) નિતુ માટે આજની સવાર સૌથી વધારે ખુશી લઈને આવેલી. દિવસ ઉગતા જ ઘરમાં ધમાલ શરુ થઈ ગઈ. શારદા રસોઈ ઘરમાં તડામાર કરી રહી હતી. નિતુ એને શોધતી ત્યાં આવી પહોંચી. તેણે એના ખભા પર માથું રાખતા કહ્યું, "મમ્મી. શું કરે છે તું! બીજું બધું પછી કરજે. પહેલા જઈને રેડી થઈ જા. નહિતર મોડું થશે.""એક તો આજ જ મોડું ઉઠાણુ છે. આ જટ દઈને ચા બનાવી નાખુ તો કામ પતે.""એ બધું મુકને હવે..." પાછળથી એને આલિંગન આપતા બોલી."લે! તારી હાટુ જ બનાવું છું, તને ચા વગર હાલશે?"નિતુએ હસીને એની સામે જોયું અને માથું ધુણાવતા ના કહી. શારદા એ એના