માસીના ગયા પછી મમ્મીએ કહ્યું કે એને તો આપણી બધા જ વાત ખોટી લાગે. એ બોલે તે બહુ ગણકારવાનું નહીં. મેં તો કંઈ પણ કહ્યું જ ન હતું. મને ખબર હતી કે હું કંઈ પણ કહું કે ન કહું એમને કંઈ ફરક પડવાનો ન હતો. થોડા દિવસમાં દિકરાનો જન્મદિવસ આવતો હતો. તમે કહ્યું આપણે દિકરાનો જન્મદિવસ ઉજવીશું. મમ્મીને વાત કરી. મમ્મીએ હા પાડી. આપણે કોને કોને બોલાવવા એનું લિસ્ટ બનાવ્યું. મારા ઘરેથી બધાને જ કહેવાનું એમ નક્કી થયું. એટલે મારા ઘરેથી મમ્મી પપ્પા, ભાઈ, બેન-બનેવી, બંને ફોઈ ફુઆ, કાકા-કાકી અને મારા મામા-મામી. આપણે ત્યાંથી બેનના સાસરે બધાને કહ્યું એમના નણંદના