એક નાનકડા શહેરમાં રમેશભાઈ નામના જાણીતા અને આદરપાત્ર કાપડ વેપારી રહેતા હતા. વર્ષોનો અનુભવ અને શ્રમથી તૈયાર થયેલી તેમની દુકાન શહેરમાં જાણીતી ગણાતી . જીવનમાં ઘણી બધી મજૂરી અને સંઘર્ષ કર્યો હતો તેમણે, એટલે હવે ઈચ્છતા કે કોઈ યુવાન છોકરો નોકરી પર રાખી દઈને દુકાનની કેટલીક જવાબદારીઓ સોંપે.કેટલાક દિવસોની શોધખોળ પછી તેમને એક યુવાન મળ્યો. લગભગ વીસેક વર્ષનો, શાંત સ્વભાવનો, લાગણીઓથી ભરેલો. બોલવામાં બહુ ઓછું, પણ આંખોમાં ઘણી ઊંડાઈ. શેઠે પહેલા જ દ્રષ્ટિએ જોઈ લીધું કે એ છોકરો જુદો છે—અન્ય નોકરી માંગતા છોકરાઓથી. જયારે વાતચીત થઇ ત્યારે ખબર પડી કે એ છોકરો અનાથ છે. માતા-પિતાનો કઈંક અકસ્માતમાં અવસાન થયો હતો.