શ્યામ રંગ...લગ્ન ભંગ....29

  • 240
  • 96

આજ આખી ઉધને આંખ સાથે દુર દુર સુધી ક્યાંય મુલાકાત થાય એવુ લાગતુ ન હતુ.રાતના અધારામાં હું ઘરની અગાશી પર બેસી ચાંદને આમ તેમ શોધી રહ્યો હતો.એક અજીબ ખાલીપાના ભણકારા કાનમાં ગુંજી રહ્યા હતા.આ એ જ જગ્યા હતી, જ્યાં મે અને આરાધનાએ ધણા સુખ દુખના ભાગ પાડ્યા હતા ,આંસુને લુચ્છયા હતા અને મોં પર સ્માઈલ રાખી જીવતા શીખ્યા હતા.એવી ક્યાં ખબર હતી, કે એ જીવનના પાઠ આખાયે જીવતરના પાઠ બની જાશે. આજે એ દોસ્ત એ આરાધના ને પોતે દિલફાડીને ચાહે છે, એ લાગણીનો અહેસાસ તેને પળે પળે થઈ રહ્યો હતો. એ પોતાના દિલનો ચાંદ બની ગયેલી દોસ્ત ને બોલાવીને કહેવુ