નિરંતર પ્રેમ

  • 244
  • 74

"સપનોસે તેરે સજાયેગેં યે ઘર,યાદોંસે અપની ભરેગેં યે ઘર...હોગા જબ દિન, પ્યારીસી હસીં સે તેરે મુસ્કુરાયેગા યે ઘર,હોગી જબ રાત, ચમકતી આખોંસે તેરી ઝીલમીલાયેગા યે ઘર..." શાયરી પૂરી કરીને રાજે શ્રેયાને નવાં ઘરની ચાવી આપી. રાજની શાયરીની જેમ શ્રેયાનાં હાસ્યથી આખું ઘર હસવા લાગ્યું અને મિત્રોની તાળીઓથી ગુંજવા લાગ્યું. આજે રાજે શ્રેયાને લગ્ન માટે પૂછયું હતું અને સાથે પોતે નવું લીધેલ ઘર પણ બતાવા લઈ આવ્યો હતો. જ્યાં તેણે મિત્રોની હાજરીમાં નવાં ઘરની ચાવી શ્રેયાને આપી હતી. હાફ બાંયનું વ્હાઈટ શર્ટ અને બ્લૂ જીન્સમાં રાજ રોજ દેખાતો એના કરતા પણ વધારે સ્માર્ટ અને હેન્ડસમ લાગતો હતો. અને એ જ્યારે શ્રેયા