આસમાની રંગની છત્રી રે.. - 13

  • 176
  • 56

13.પણ બિંદિયાને ભોલારામ પર અનુકંપા ઉપજી હતી. એ એના પોતાના પાપે સાવ બેકાર બન્યો હતો. એનાં દુઃખ માટે એ પોતે જ જવાબદાર હતો. છતાં બિંદિયાને લાગતું કે થોડે અંશે પોતાની છત્રી અને એ રીતે પોતે ભોલારામની દુર્દશા માટે જવાબદાર છે.ભોલારામે તો છત્રી  પરનો મોહ છોડી દેવા મન મનાવવા  પ્રયત્ન કરેલો પણ એ મોહ છૂટતો  ન હતો. એણે હવે છત્રી મેળવવાની આશા જ છોડી દીધેલી. એને પસ્તાવો પણ થતો કે પોતે એક ખોટું પગલું ભરી બેઠો ને એની આબરૂ તો ધૂળમાં મળી ગઈ, ધંધો પણ બેસી ગયો. આવું ન કર્યું હોત તો?બિંદિયા હવે ભોલારામની  દુકાન પાસેથી પસાર થાય એટલે છત્રી બંધ