આસમાની રંગની છત્રી રે.. - 12

  • 206
  • 1
  • 68

12.રાજારામ ઊંચો હતો પણ બિજ્જુ ઘણો ખડતલ હતો. એણે એક છલાંગ લગાવી ભાગતા રાજારામને પગેથી પકડી ખેંચ્યો અને પાણીમાં બેય વચ્ચે કોઈ ફિલ્મ જેવી મારામારી થઈ.રાજારામ ઊભો થઈ બિજ્જુએ  પકડેલા પગે પાછળ લાત  મારતો ભાગ્યો પણ  પગ છોડાવવામાં સફળ થયો નહીં.સમતુલન ગુમાવી એક છબાકા સાથે એ  પાણીમાં પડ્યો અને છત્રી છૂટી ગઈ. બિજ્જુએ  એ ઝડપથી વહેતાં  વહેણ સાથે વહેતી છત્રી પકડી પાછળ આવતી બિંદિયા તરફ ઘા કર્યો. બિંદિયાએ  વહેતાં વહેણમાં થોડા હાથપગ મારી તણાતી છત્રી પકડી લીધી.કાદવમાં ખરડાયેલા “બેય બળિયા  બાથે વળિયા” . પાંચેક મિનિટ તેઓ એક બીજા પર ગોળ ગોળ સવાર થતા, આળોટતા લડી રહ્યા. આખરે રાજારામ થાક્યો. કહે