મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 26

ટેમુ અને બાબો ગયા પછી ડોકટરે સ્કીમનો પર્દાફાશ કરવામાં રહેલા જોખમ વિશે વિચારવા માંડ્યું. ભગાલાલને જોયો નહોતો છતાં એ કેટલો ખતરનાક હશે એનો ખ્યાલ ડોક્ટરને આવ્યો હતો. સમાજસેવા કરવા જતાં કદાચ જીવ પણ ગુમાવવો પડે. આવા લોકો પોતાના સ્વાર્થ ખાતર રસ્તામાં આવતા કોઈપનને કચડી નાંખવામાં માનતા હોય છે.   ડોકટરે થોડીવાર વિચારીને એમના મોબાઈલમાં એક મેસેજ ટાઈપ કર્યો. અમદાવાદમાં ડોક્ટરને ઘણા સંપર્કો હતા. એમના ખાસ મિત્ર શિવલાલ પંડ્યાને ડોકટરે મેસેજ કરીને પોતે શૂટ કરેલો વિડીયો પણ મોકલી આપ્યો.  થોડીવારે પંડ્યાનો ફોન આવ્યો એટલે ડોકટરે સ્કીમની તપાસ વિશે અથથી ઇતિ સુધી જણાવ્યું. "રામાણી, મને એ સમજ નથી પડતી કે તું ડોકટર હોવા છતાં આવી