સુડી વચ્ચે સોપારી

વાર્તા:- સુડી વચ્ચે સોપારીવાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની"રોહિત, મમ્મીને સમજાવી દેજો કે બધી વાતમાં મારી સાથે મગજમારી નહીં કરે. નથી કોઈ નવું ખાવાનું બનાવી શકાતું ઘરમાં, જે પણ બનાવું છું એમાં કાયમ એમને કંઈક ને કંઈક ઓછું પડે છે. આ તે કંઈ રીત છે એમની વહુ સાથે રહેવાની? નહીં તો પછી મારી સાથે અલગ રહેવા ચાલો. એમણે જે કરવું હોય એ કરે.' સીમાનો ગુસ્સો આજે સાતમા આસમાને હતો. આજે એમની દીકરીની બર્થ ડે હતી. એની દસેક ખાસ બહેનપણીઓને બોલાવી નાનકડું પાર્ટી જેવું આયોજન કર્યું હતું. બધું ઘરમાં જ રાખ્યું હતું. બાળકોને ધ્યાનમાં રાખીને કેક સાથે વેફર અને ચાઈનીઝ રાખ્યું હતું. સાથે