શિવાંગના ચોંધાર આંસુ માધુરીના દેહની સાથે સાથે તેના મનને પણ પલાળી ગયા...તેણે આંખો ખોલી...અને એટલામાં પરીનું રૂમમાં દાખલ થવું...પરીએ રૂમનો દરવાજો ખોલ્યો અને તે આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ..."ડેડી.. ડેડી..મોમ..મોમ...."તેના મોંમાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા...શિવાંગ ભાંગી પડ્યો હતો...માધુરીને ભાનમાં લાવતાં લાવતાં તે માધુરીની સ્થિતિમાં ચાલ્યો ગયો હતો...પરી ઘડીકમાં પોતાની મોમની સામે જોતી હતી તો વળી ઘડીકમાં પોતાના ડેડની સામે જોઈ લેતી હતી...તે વિચારી રહી હતી કે, ડેડી કેમ કશું બોલી નથી રહ્યા.. તેનું સમગ્ર અસ્તિત્વ તેની મોમ તરફ ઢળી પડ્યું હતું..બે ચાર મિનિટ બાદ તેને ભાન થયું કે તેના ડેડી કંઈજ બોલી નથી રહ્યા..પોતાના ડેડની આ પરિસ્થિતિ જોઈને તે