સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જુલાઇથી ઓકટોબર માસ દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ખૂબ વધારો જોવા મળે છે, જેથી દર વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે દેશભરમાં જુલાઇ માસ ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા તા. ૧૬ મે, ૨૦૨૫ના રોજ ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ "Check, Clean, Cover: Steps to defeat Dengue" ની થીમ સાથે સમગ્ર દેશમાં મનાવવામાં આવ્યો હતો. ડેન્ગ્યુ એ તાવનો એક પ્રકાર છે. જે ડેન્ગ્યુ વાયરસના કારણે થાય છે.તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, અને ત્વચા પર ઓરી જેવી ફોલ્લીઓનો સમાવેશ થાય છે. એક નાના