Spyder - એક જાળ - ભાગ 1

  • 272
  • 84

પ્રારંભ વર્ષો સુધી મંદિરમાં માનતાઓ માન્યા પછી, પ્રાર્થનાઓ, વ્રત, યાત્રાઓ કર્યા પછી આખરે શાહ પરિવારના ઘરે પારણું બંધાયું.કીર્તિકુમાર શાહ અને ઊર્મિલાબહેન શાહ માટે એ દિવસ જીવનનો સૌથી મોટો તહેવાર હતો.દિકરી આવ્યા પછીના વર્ષો સુધી સંતાનની રાહ જોતા બાંધ્યા સ્વપ્નો આજે પુર્ણ થયા.“આ ભગવાને અંતે આપણી પ્રાર્થના સ્વીકારી અને આપણી ઈચ્છા પૂરી કરી છે… આપણને જે જોઈએ એ ભગવાને આપી દીધું,” કીર્તિકુમાર ઉર્મિલાને કાંધે હાથ મુકી બોલ્યા.રોહિત શાહ જે ઘરના લાડકો , પરિવારની આંખોનો તારો.લાડ-પ્રેમમાં ઉછેર્યો, દરેક ઈચ્છા પૂરી કરાઈ – મોંઘા ગેજેટ્સ, branded કપડાં, pocket money અને બીજું બધું જ જે જોઈતું હતું તે એ જ સમયે મળ્યું.“મારા દિકરા ને દુઃખ