આજના વૈજ્ઞાનિક વિકાસના જમાનામાં કેટલીક બાબતોને આપણે અંધશ્રદ્ધામાં ગણાવીએે છીએ જેમકે શાપને આપણે આજે માની શકતા નથી પણ જ્યારે ઇતિહાસમાં નજર નાંખીએ ત્યારે કેટલાક પરિવારો સાથે જે કરૂણાંતિકાઓ થઇ હતી તેને જોતા આ વાતમાં તથ્ય લાગે છે કે કેટલાક પરિવારો સાથે કેટલાક શાપ જોડાયેલા હતા.જેમાં ગ્રિમાલ્ડી પરિવાર સાથે જોડાયેલો શાપ પણ એટલો જ જાણીતો છે.તેનો પ્રત્યક્ષ અનુભવ પહેલા ફ્રાન્સિસ્કો ગ્રિમાલ્ડીને થયો હતો.તેણે પોતાના વિરોધી પર હુમલો કર્યો હતો અને ત્યાં અત્યાચાર કર્યા હતા.જેના ફળસ્વરૂપ તેને શાપ મળ્યો હતો ત્યારબાદ પ્રિન્સ રેઇનર પહેલાએ એક સુંદર નોકરાણીનું અપહરણ કર્યુ હતું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો જેનો પ્રતિશોધ લેવા તે ચુડેલ બની