ડૉ. ઇરફાન સાથિયા ની મનનીય વાત. આ પછી દરેક ડોક્ટરને સલામ કરવાનું મન થાય. આ લેખ ડો. ઇરફાનની કલમે છે, મેં વાંચકો સમક્ષ રજૂ કર્યો છે.ડોક્ટર એટલે શેરડીનો કૂચો.ટોર્ચર અને ટોક્સિટીની પ્રોસેસ! ઉજળા કપડા અને એટિક્વેટ જિંદગી. સામાન્ય નાગરિકના મસ્તિષ્કમાં ડોક્ટરની છબી આ રીતની જ સ્ટોર થયેલી હોય છે. એનાથી વધુ ખુરાફાતી મગજ હોય તો લૂંટારો,કસાઈ તરીકે એડિટેડ ઈમેજ હોય. ડોક્ટર્સ એની જિંદગીમાં એક લાખ લોકોને સારા કરે તો ઓકે છે,એનું કામ જ એ છે. લાખે એકાદ કેસ બગડે ( જે જાણી જોઈને કોઈ બગાડતું જ નથી) તો બાકીના એક લાખ પણ બેફામ,બેકાબુ બનીને જે ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ