કાલીધર લાપતા

  • 320
  • 90

કાલીધર લાપતા- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચનનો OTT પર એક અભિનેતા તરીકે બીજો જન્મ થયો છે એમ કહેવામાં કશું ખોટું નહીં ગણાય. તે પોતાને સારો અભિનેતા સાબિત કરીને જ બતાવશે એનું વધુ એક ઉદાહરણ OTT પરની ફિલ્મ ‘કાલીધર લાપતા’ છે.  બધા જ જાણે છે કે OTT એ નવી પ્રતિભાઓને જ નહીં પરંતુ ઘણા જાણીતા કલાકારોને તેમની ભૂમિકાઓ સાથે પ્રયોગ કરવાની તક પણ આપી છે. જે કામ તે કદાચ મોટા પડદા પર કરી શક્યા ન હોત. એવા કલાકારોમાં એક અભિષેક બચ્ચનનું નામ હવે સૌથી આગળ આવી રહ્યું છે. 2020 થી એનામાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. તે એવી ફિલ્મોની સ્ક્રિપ્ટ પસંદ કરી રહ્યો છે જેની વાર્તા જરા હટકે હોય છે. તે OTT પર પોતાના પાત્રોમાં