નિતુ : ૧૧૭ (મુલાકાત) વિદ્યા આજે અનેરા ઉમંગ સાથે ચાલી રહી હતી. ઓફિસમાં એ રીતે પહોંચી જાણે કંઈ થયું જ ના હોય. જો કે જીવનમાં ઘણો બધો ફેરફાર થય ગયો હતો. પરંતુ મજાની વાત એ હતી, કે બેફિકર થયેલી વિદ્યા માટે સ્ટાફ ફિકર કરી રહ્યો હતો. તેઓને ગઈ કાલે બનેલી ઘટના અંગે ચર્ચા કરવાનો મોકો શોધવાનો હતો. અંદરો અંદર ઘણી ગૂસપૂસ થતી, પણ વિદ્યા સામે બોલે કોણ? એટલી તો હિમ્મત કરવી રહી!કોઈ વિશેષ ઉદ્ધમ સાથે એ ઓફિસમાં પ્રવેશી. ઝડપી અને વિશ્વાસી ચાલ. ચેહરા પર ગુલાબી સ્મિત અને પ્રસન્નતાની મૂર્તિ જેવી. શું આ એના પ્રેમની તાકાત હતી? કદાચ હા! એને આવતા જોઈ