બિંદિયા એનું એક અંગ બની ગયેલી ભૂરી છત્રી લઈને ગામ નજીક જંગલ જેવા વિસ્તારમાં આવી. અત્યારે સીમ લગભગ નિર્જન હતી. આવાં ચોમાસાં પછી તરત કોણ પિકનિકમાં આ પહાડો પર આવે?જમીન પણ ચીકણી, કાદવ વાળી અને ખૂબ લપસણી હતી. અત્યારે અહીં પાઈન નાં આભને અડે એવાં ઊંચાં વૃક્ષોમાંથી તડકો ચળાઈને આવતો હતો.આ ઋતુમાં અહીં શાહુડી નામનાં પ્રાણી નીકળતાં. એ નાનાં પ્રાણીને અંગ્રેજીમાં porcupine કહે છે. એનાં પીંછાં એટલે કાંટાળા નાના સળિયા. ફુલઝરની દાંડી જેવા. અહીં આ તરફના લોકોને એનું ખાસ મહત્વ નહોતું પણ દક્ષિણ ભારત તરફ એને ખૂબ શુકનવંતી ચીજ માનવામાં આવતી. કેટલાક લોકો એને સાફ કરી કલમ બનાવી શાહીમાં બોળી