ગામના મધ્યમાં આવેલું "વિદ્યા વિહાર કલામંચ" હવે દર શનિવારે એક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઉભરાતું હતું. ગામલોકોએ સંગીતના મહત્વને ફરીથી ઓળખ્યું. મીરાની ઉપસ્થિતિએ ગામમાં નવજીવન ફર્યું. એ હવે માત્ર એક પ્રવાસી નહિ રહી હતી – યશવંતની સાથે જીવતી વાસ્તવિકતા બની ગઈ હતી.યશવંતને મ્યુઝિયમની જવાબદારી મળ્યા પછી મ્યુઝિયમમાં "સ્વર-સાંજ" નામે એક નવો વિભાગ શરૂ થયો. અહીં સંગીત, કાવ્ય અને અનુભૂતિને સ્થાન મળતું હતું. યશવંતે મીરાને કહ્યું,"મને લાગે છે, શબ્દો મારા માટે પૂરતા નથી... તું સંગીત છે – જે છે પણ દેખાતું નથી." પ્રથમ સંગીત સત્ર – ભાવના ઉપર સવાર સ્વરમ્યુઝિયમના ઉદ્યાનમાં એ રાત્રે યોજાયેલ પ્રથમ ખુલ્લી સંગીત સંધ્યા એ બનાવ બની રહી.