રાજકુમારી સંધ્યા આજે સાંજના સમયે, એ જ બારીએ રોજની જેમ આવીને ઉભી છે. પરંતુ, આજે તેની નજર આથમતા સૂર્ય તરફ છે અને તેને જોઈને એમજ લાગી રહ્યું હતું કે, તે એ આથમતા સુરજની નજરે સુર્યાંશને શોધી રહી છે. થોડીકવારમાં સંધ્યાની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. એ સમયે ચંદ્ર આકાશ ઉપર ચડી આવ્યો હતો અને જાણે તેની દીકરીને રોતી જોઈને મનો-મન પીડાતો હોય તેમ તે પણ રાતો થઈ ગયો. ચંદ્રથી વધુ જોઈ ન શકાયું એટલે તેને વાદળની ચાદર તેની આજબાજુ ઓઢી લીધી અને તે પણ સુર્યાંશને શોધવા લાગ્યો. સુર્યાંશ અત્યારે ઘાટીથી દુર આવેલા ચંદ્રમંદિરે આવી પહોંચ્યો હતો. ત્યાં સિપાહીઓનો ગોચર પહેરો હતો.