એક તરફ સુર્યાંશને ગુપ્તચરે ચંદ્રમંદીરનું રહસ્ય જણાવ્યું બીજી તરફ મદનપાલને તેનાં પિતા ગ્રહરિપુએ તેના પૌરાણિક ખજાનાની વાત જણાવી.રાજા પાસેથી નીકળતા જ ઝંગીમલ મદનપાલને સામે મળ્યો. શરણે આવેલા ઝંગીમલના ચહેરો બદલાયેલો હતો, પરંતુ તેને જોતા પણ રાજકુમાર સમજી ન શક્યા કે, આ બધા પાછળ ક્યાંકને ક્યાંક ઝંગીમલ જ છે. “રાજકુમારજી પ્રણામ.” સામે આવેલો ઝંગીમલ બોલ્યો. મદનપાલ આમ તો તેના દુશ્મનોને દુર જ રાખે, પરંતુ તેના પિતાની આજ્ઞાના લીધે તેને ઝંગીમલને જીવતો છોડ્યો. જે આજે તેને પ્રણામ કરતો હતો. મદનપાલ ખુશ થયો અને મનો-મન વિચાર્યું. પિતાજીની વાત માની એટલે આ આજે મારી સામે જુક્યો.કાવતરા બાજ ઝંગીમલના જુકવાનું કારણ ન સમજી શકનાર મદનપાલ અભિમાની