“વિનય... વિનય! (ધીરેથી અવાજ વધી ગયો.)” માહિ વિનય પાસે આવી પહોંચી.“સોરી માહિ હું હજુ સુધી તેને નથી શોધી શક્યો.” સતત બીજી રાત જાગવાથી વિનયની આંખો લાલ થઇ ગઇ હતી. પણ વિનયને એની કોઈ પરવાહ ન હતી એની આંખો તો માત્ર જીદને શોધી રહી હતી. જે માહીને સાફ દેખાઈ રહ્યું હતું. એટલે માહિએ તેના હાથમાં રહેલું એક પેપર ઉચક્યું અને વિનયને દેખાડ્યું.“શું છે આમાં?” વિનય બોલ્યો.“આજના ન્યુઝે મને અને મારી આખી ફેમિલીને હચ-મચાવી દીધી છે.” માહિની આંખમાં આંસુ હતાં.“કેમ શું થયું?” માહીના હાથમાંથી ન્યુઝ પેપર લઈ વિનય બોલ્યો.“અંકલ જ્યોર્જ..!” માહિ રડવા લાગી.“શું થયું એમને?” પેપરના પત્તા ફેરવતાં વિનય બોલ્યો.એજ સમયે શ્રુતિ