“એટલે રાજ્યને સંકટમાંથી બચાવી શકીશું?”“હા! પરંતુ એ પહેલાં તારે પાંડુઆની પાછળ આવેલા એ જંગલોમાં જવું પડશે.”“તે જંગલમાં તો ચંદ્રવંશી મંદિર આવેલું છે. ત્યાં જઈને શું પૂજા કરું?” ઝડપથી જવાબ મેળવવા સુર્યાંશ ગુપ્તચરને ઉશ્કેરવાનો પ્રયાસ કરવા લાગ્યો.“તે મંદિર પણ રહસ્યમય છે.” ગુપ્તચરની વૃદ્ધ આંખોમાં ચમક દોડી.“વિનય ક્યાં છે તું?” સવારના સાત વાગ્યે રોમ આવી પહોંચ્યો અને વિનયના હાથમાં એ પુસ્તક જોઈને રોમ બોલી ઉઠ્યો. “આખી રાત?”વિનયે ખાલી માથું “હા” માં હલાવ્યું.“અલા આટલું તો કોઈ બૈરાનેયનો પકડી રાખે. તું તો એની ચોપડીને પણ નથી છોડતો.” બોલીને રોમ મોટેથી હસવા લાગ્યો.“હા...હા.. તારો જોક શ્રુતિ મેડમને સંભળાવ જા.” વિનય પુસ્તકને પોતાની તિજોરી અંદર મુકીને