ચંદ્રવંશી - પ્રકરણ 5 - અંક 5.2

બીજા દિવસે“રાજા ગાંડો થઈ ગયો છે કે શું?” એક વૃદ્ધ બોલ્યો. “કેમ શું કર્યું રાજા એ?” તે વૃદ્ધની પત્ની બોલી.“શું નહીં બધું જ ખોઈ નાખ્યું આપણે.” વૃદ્ધની આશા તૂટેલી હતી. તે તેની નાની ઓરડીમાં ઢાળેલા ઢોલિયામાં બેસી ગયો. હજું તેની પત્નીને એ વૃદ્ધની વાત સમજમાં ન આવી. એટલે તે એ વૃદ્ધને પૂછવા જાય છે, પણ તે પેહલા જ ત્યાં એક જુવાનિયો દોડીને આવ્યો.“મુખી ઓ રમણલાલમુખી, પાન્ડુઆ ગામમાં સિપાઈઓ આવી ગયા છે. ચાલો હમણાં રાજા પણ આવતાં હશે.” તે જુવાન મુખીના ભાઈનો દીકરો હતો. રમણનોભાઈ આગલા દિવસે જ રાજ્ય માટે લડાઈ લડતા શહીદ થઈ ગયો. તેને સિપાઈઓ લઈને આવી ગયા હતા. ગામમાં આજે