સાંજસાંજના સમયે સંધ્યા ખીલી છે. ચારે તરફ ચકલી ઓ જ ચકલીઓ ઉડી રqહી છે. ઝડપથી પંખ ફડફડાવી રહેલી મહેલની ઉપર ગોળ-ગોળ ઉડી રહી હતી. મહેલની દિવારો અને કોતરણી આથમતા સૂર્યની છેલ્લી રોશનીનો એહસાસ કરી રહી હતી. ઉપર ચકલી, સામે સૂર્ય અને પહાડો સાથે અથડાઈને પાછા આવી રહેલા પવનો વાતાવરણને મોહક બનાવી રહ્યાં હતાં. તે સમયે મહેલની સુંદરતામાં ભાગ ભજવવા રાજકુમારી સંધ્યા પણ બારીએ આવીને ઉભી રહી ગઈ. રાજકુમારીની આંખે લાગેલું કાજળ થોડું લીપાઈને પાંપણથી નીચે આવી ગયું હતું. સફેદ ઝીર્ણ જરિકામવાળી સાડીમાં સૂર્યનો પ્રકાશ પડતાં રાજકુમારીની આજુબાજુ પ્રકાશ ફેલાઈ ગયો હતો.એ સમયે મહેલથી થોડે દુર એક ઉંચા ટેકરા ઉપર બે