ભૂલ છે કે નહીં ? - ભાગ 65

  • 304
  • 130

દિકરો બિમાર હતો એમ મમ્મીએ માન્યું કે નહીં એ તો ખબર નહીં પણ એમણે દિકરાને બિલકુલ હાથમાં લીધો પણ નહીં. બસ ભાણિયાને લઈને રમાડ્યા કર્યું. જાન વલસાડ જવાની હતી. જાન વલસાડ પહોંચે પછી ત્યાંથી ઘરની સ્ત્રીઓએ બીજે જવાનું હતું. એટલે હું, બેન અને બીજા કાકી જે જવાના હતા એ તૈયાર થયા. આ બધા સમય દરમિયાન દિકરો તો મારી પાસે જ હતો ને ભાણિયો મમ્મી પાસે.  બીજે જવાનો સમય થયો ત્યારે બેને મમ્મીને કહ્યું લાવ હું ભાણિયાને લઈ જાઉં, તો મમ્મીએ ના પાડી કે ના તું તારે જા એને તો હું રાખીશ. જ્યારે આપણા દિકરાને તો બિલકુલ જોયો પણ નહી ને