ૐ શ્રી ગુરુમાઁબાબા મનસા જરાત્કારું વનદૈવ્યે નમઃ પ્રણયમાં વિરહની પીડા.. પ્રિયજનની ચિંતા.. મિલનની પ્યાસ..પ્રેમ થકી મિલનનાં આનંદની અનુભૂતિ સ્વર્ગીય ને આલ્હાદક હોય છે. પરંતુ....વિરહમાં પીડાની અનુભૂતિ પ્રેમને સર્વોચ્ચ સ્થાન આપે છે. ઈશ્વર પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતરણ કરે.. જન્મ લે તો.. એમની લીલામાં પ્રેમ, વિરહ અને મિલનની કેવી અદ્ભૂત અનુભૂતિ કરાવે છે..ભગવાન શ્રીરામ સોનેરી મૃગની પાછળ જાય છે સીતાજી લક્ષ્મણને શ્રીરામજીની ભાળ લેવાં મોકલે છે..ત્યાં રામજી અને સીતાજી માટે વિરહની ઘડીનું નિર્માણ થાય છે.. રાવણ સીતાજીનું અપહરણ કરી લંકા પ્રયાણ કરે છે...જયારે રામચંદ્રજી તથા લક્ષ્મણજીને ખ્યાલ આવે છે કે સીતાજી કુટિરમાં નથી પછી એમની શોધ આરંભે છે..પ્રભુ શ્રીરામ ઈશ્વરનાં અવતાર