ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 45શિર્ષક:- ભેદ - અભેદલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 45. ."ભેદ-અભેદ ." ધર્મને જો વ્યવહારમાં ઉતારી ન શકાય, ફિલસૂફીને પણ વ્યવહારથી પરની વાત સમજાવાય તો તેવો ધર્મ તથા તેવી ફિલસૂફી માત્ર શોભાના ગાંઠિયા બની જતા હોય છે, તેનાથી પ્રજાનું કલ્યાણ નથી થતું હોતું.હું જે સંન્યાસી સમાજમાં રહેતો ત્યાંની કેટલીક વાતો મને બહુ ખટકતી. તેમાંની એક તે જમવા બાબતની વ્યવસ્થા. સંન્યાસીઓ જ્યારે જમવા બેસતા ત્યારે તેમાં બે, ત્રણ કે ચાર વર્ગ પડાતા. પ્રથમ ભવ્ય આસન ઉપર ભવ્ય પાટ સાથે મંડળેશ્વર બેસે પછી ગાલીચાવાળાં આસનો ઉપર મહન્તો જેવો વર્ગ બેસે