મારા અનુભવો - ભાગ 44

  • 286
  • 1
  • 94

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 44શિર્ષક:- સાકારવાદીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 44. ."સાકારવાદી." એક બીજા ડૉક્ટરની પણ ચર્ચા કરીશ. આ ભાઈ સાચા, સમજુ તથા દૃઢ નિર્ધારવાળા હતા. ધીકતી ડૉક્ટરી સમેટીને તે સંન્યાસ લેવાની તીવ્ર ઇચ્છાથી હરદ્વાર આવ્યા હતા. પત્ની-બાળકો તથા બૅન્કની પણ પૂરી વ્યવસ્થા કરીને આવ્યા હતા. તેમણે કોઈ પ્રખર વક્તાની વાણી સાંભળી હતી. અને હવે શેષ જીવન સંન્યાસમાં વ્યતીત કરવું હતું. એમને ક્યાં ખબર હતી કે સ્ટેજ ઉપરનો માણસ અને સ્ટેજથી નીચે ઊતર્યા પછીનો તે જ માણસ પૂરેપૂરો એકરૂપ નથી રહી શકતો હોતો ? ઉપદેશ આપવાની કલા આવડી જાય તો તે