આગળના ભાગમાં આપણે જોયું કે અચાનક વીજળીનો કડાકો થાય છે અને બે જવાન તન એકબીજાને આલિંગનમાં લઈ લે છે.. વીજળીનો કડાકો જાણે આકાશમાંથી નહીં પરંતુ બંને જવાન હૃદયમાં થઈ રહ્યો હતો..હવે વાંચો આગળ... વિશ્વા અને વિવાન બન્ને જમીન પર વરસાદી પાણીમાં લથબથ હતા.. અને થોડીક વાર માટે એકબીજાના આલિંગનમાં ખોવાઈ ગયા હતા. ત્યાં અચાનક ફરી વીજળીનો કડાકો થયો. અને બંને જવાન હૈયા જાણે સ્વસ્થ થયા. બંને જણા સંભાળીને ઊભા થયા વિશ્વા પોતાના કપડા જે કીચડથી ગંદા થયા હતા. તે હાથથી સાફ કરવાની કોશિશ