મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 25

  • 270
  • 92

  ભાભા ઘરે પહોંચ્યા ત્યારે બાબો એમની રાહ જોઈને જ બેઠો હતો. ગોરાણીને પૈસા રોકવા બાબતે બાબાને કહેવાની ભાભાએ ના કહી હતી એટલે એમણે ગામમાં કંઈક કામે ગયા હોવાનું બાબાને કહ્યું હતું."બહુ વાર થઈ..તમે ક્યાં ગયા હતા? હું ક્યારનો તમારી રાહ જોઉં છું." બાબાએ પૂછ્યું."રવજીને ત્યાં ગયો હતો. એને ભાગવત સપ્તાહનું આયોજન કરવું છે તો મને બોલાવેલો. પછી વજુ શેઠ મળી ગયા, પરાણે મને એમના ઘરે લઈ ગયા. જમવાનો સમય થઈ ગયો હતો એટલે મેં ના પાડી પણ માને નહિ ને! બહુ આગ્રહ કર્યો એટલે હું ના ન કહી શક્યો. વજુશેઠને ત્યાં હું જમીને જ આવ્યો છું એટલે તમે મા