"કાઠી ના પાળિયાંનું મહત્વ"એક શૌર્યપૂર્ણ સંસ્કૃતિનું પથ્થર પર લખાયેલું ઇતિહાસ.ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં, ખાસ કરીને કાઠિયાવાડમાં, આપણે ક્યાંક તો રસ્તાની બાજુએ કે ગામની સરહદે ઊભેલા વિશાળ પથ્થરના સ્મારકો – જેને “પાળિયા” કહે છે – જોવા મળતાં હોય છે. આજે કેટલાય લોકોને લાગે છે કે આ માત્ર ધાર્મિક સ્થાપના છે, પણ ખરેખર પાળિયા એ છે – કાઠીય સંસ્કૃતિના શૌર્ય, બલિદાન અને માન-ગૌરવના જીવંત અને નિશબ્દ સાક્ષી.પાળિયું એટલે માત્ર પથ્થર નથી – પાળિયું એ એક જીવન છે. એ કાલજીત રહેલું સંસ્મરણ છે એક એવા યુગનું જ્યાં માણસો પોતાનું સર્વસ્વ રાષ્ટ્ર, જાતિ, સત્ય અને સ્ત્રીગૌરવ માટે નિર્વિકાર