પરંપરા કે પ્રગતિ? - 23

  • 1.3k
  • 702

આપણે આગળ જોઈ ગયા કે જેન્સીને અચાનક પાછું ઇન્ડિયા જવું પડે છે. એટલે તે ડોક્ટર સાહેબને મળવા તેમની ઓફિસમાં જાય છે. ત્યાં તે ડોક્ટર સાહેબ સાથે વિગતવાર વાત કરે છે અને કહે છે, "મારે ફરજિયાત જવું પડે એમ છે. જો તમે કંઈ કરી શકતા હો, તમારી કંઈ ઓળખાણ હોય, તો મારે તાત્કાલિક ટિકિટ મેળવવી છે."ડોક્ટર સાહેબ કહે છે, "જેન્સી, હું ફોન તો કરી દઈશ, પણ મારે તને એક સલાહ આપવી છે. માનવી ન માનવી તારા ઉપર છે. જો તું મિસ્ટર ધનરાજની ઓફર સ્વીકારી લે તો તારી ટિકિટનો પણ ખર્ચો નહીં થાય અને તારા ભાઈની સારવાર પણ સારી હોસ્પિટલમાં થઈ જશે.