( આગળ નાં ભાગમાં આપણે જોયું કે... શૌર્ય અને નંદિની ની ડીલ સફળ રહી...બંને એકજ મોલ મા શોપિંગ માટે આવ્યા છે હવે આગળ...) એક સ્કાય બ્લૂ કલરનું ગાઉન શો રૂમમા ટાંગેલો હતો. એ કલર જોઈ નંદિની ની આંખો ચમકી ઉઠી. સ્કાય બ્લૂ તેનો મનગમતો રંગ હતો. નંદિની ની નજર એક સ્કાય બ્લુ કલર ના ગાઉન પર પડી. અહીં શૌર્ય ની નજર પણ એક ગાઉન પર પડે છે. અને આશ્ચર્યની વાત એ છે કે એ પણ સ્કાય બ્લૂ કલરનું જ હોય છે. બંને એ ડ્રેસ તરફ આગળ વધી રહ્યા છે. જેમ બંને ગાઉન સુધી પહોંચે છે, બંનેના મુખ પરથી એકસાથે અવાજ નીકળે:"એક્સક્યુઝ