ભૂલ છે કે નહીં ? - ભાગ 64

  • 244
  • 106

બેનને તો કહેવાય નહીં કે મમ્મીએ પૈસા નથી આપ્યા કેવી રીતે કોઈને બતાવવા જઈએ. તમે પણ વિચારતા હતા કે હવે શું કરીએ ? કોઈની પાસે પૈસા માગીએ તો ઘરનું જ ખરાબ દેખાય એટલે મંગાઈ પણ નહીં અને કોઈને કહેવાય પણ નહીં એવી પરિસ્થિતિ હતી. પછી મેં તમને કહ્યું કે અમે પપ્પાના ઘરેથી જે ફેમિલિ ડોકટરને બતાવતા હતા એમને ત્યાં જઈએ. આમ પણ ત્યાં પપ્પાનું ખાતું ચાલે છે કહી દેશું એમાં લખી દેવા માટે. પછી પપ્પાને આપી દઈશું. ને આપણે લગ્નમાંથી એમને ત્યાં નીકળી ને ત્યાં ગયા. એેમણે દિકરાને જોયો, દવા આપી અને કહ્યું કે આજે તમારા ઘરે ન જતા રાત્રે