મા- રાકેશ ઠક્કર નિર્માતા અજય દેવગને કાજોલની મુખ્ય ભૂમિકાવાળી ‘મા’ ને ‘શેતાન’ યુનિવર્સની ફિલ્મ તરીકે ઓળખાવી છે પણ એમાં હોરર કહી શકાય એવા ડરામણા દ્રશ્યો જ નથી. અને બંને ફિલ્મોને ભેગી કરવાનું કામ બરાબર થયું નથી. તેથી યુનિવર્સને સ્થાપિત કરી શકતી નથી. ‘શેતાન’ યુનિવર્સમાં બનેલી બીજી ફિલ્મ 'મા' નબળી છે તેમાં કોઈ શંકા નથી. છેક અંતમાં ‘મા’ ને ‘શેતાન’ સાથે જોડવામાં આવી છે પણ જો સરખામણી કરવામાં આવે તો ‘શેતાન’ સામે હોરર જ નહીં વાર્તા બાબતે પણ પાછી પડે એવી છે. ચંદ્રપુરની જે વાર્તા છે એ લાંબી અને કંટાળાજનક છે. એમાં કાજોલ સામે ચાલીને સમસ્યાને બોલાવતી લાગે છે. તે ઘર છોડીને જવાને બદલે આફતની રાહ જુએ છે. હા, માતાના ઇમોશનને કારણે મહિલાઓને ફિલ્મ પસંદ આવી શકે