આસમાની રંગની છત્રી રે.. - 9

  • 172
  • 1
  • 62

પહેલાં ધોમધખતો તાપ  અને પછી ચોમાસું માથે ઝીલી છત્રીનો ભૂરો રંગ થોડો ઝાંખો પડ્યો હતો. છતાં એ હજી બિંદિયાની શાન અને ગામના લોકો માટે ઈર્ષ્યાનું કારણ હતી.હવે ઘેરા ભૂરામાંથી છત્રી મેઘધનુષના વાદળી રંગમાં પલટાઈ ગઈ હતી તેમાં તો ક્યારેક વધુ આકર્ષક લાગતી હતી. એની ઉપયોગિતા તો પુરવાર થઈ જ ચૂકી હતી. એટલે જ, ભોલારામની કોઈ પણ ભોગે એ છત્રીના માલિક બનવાની ઇચ્છા બળવત્તર બની હતી. એને છત્રી કોઈ પણ ભોગે મેળવી, કોઈને વેંચવી ન હતી. એ દુકાન છોડી ખાસ બહાર જ જતો ન હતો એટલે એણે એ છત્રીની જરૂર પણ ન હતી. પોતે કદાચ ગામનો સહુથી સમૃદ્ધ વ્યક્તિ હતો એટલે સહુને