રવિની પેટી.

  • 286
  • 102

રવિની પેટી.એક જૂની પેટી તે કટાઈ ગઈ હતી તે  ટ્રેનના ડબ્બામાંથી ટિકિટ કલેક્ટરને મળી. ટ્રેનનો ડબ્બો લોકોથી ખીચોખીચ ભરેલો હતો, અને બધા પોતપોતાની દુનિયામાં ખોવાયેલા હતા. કોઈ વાતોમાં મગ્ન હતું, તો કોઈ મોબાઈલની દુનિયામાં ગરકાવ થઇ ગયું હતું. ટિકિટ કલેક્ટરે, જેનું નામ હતું મનોજ, કટાઈ ગયેલી પેટી  હાથમાં લઈને તેને ઉથલાવી. તેને આશા હતી કે પેટીમાં  કોઈ નામ, સરનામું કે ઓળખનું નિશાન મળશે, જેનાથી તેના માલિક સુધી પહોંચી શકાય. પણ ખાનું ખોલતાં જ તેને નિરાશા સાંપડી. અંદર માત્ર થોડાં રૂપિયાની નોટો અને ભગવાન શ્રીકૃષ્ણની એક નાની તસવીર હતી. બસ, આટલું જ. મનોજે ખાનું હાથમાં ઊંચું રાખીને ટ્રેનના ડબ્બામાં બધાને પૂછ્યું,