નિતુ : ૧૧૬ (મુલાકાત) વિદ્યા માટે આજની ઘડી સોનાથી ઓછી નહોતી. એને જાણે પોતાના જીવનનો સાર મળી ગયો. અત્યાર સુધી સહેલી યાતનાઓનું ફળ ગણો, કે પોતાના પ્રેમે કરેલી કસોટીનું સફળ પરિણામ. આજે એને એના જીવનની સૌથી મોટી ખુશી મળી ગઈ હતી. અનાથ વિદ્યા એક સાંસારિક જીવન તરફ પ્રયાણ તો કરતી જ હતી, સાથે એ જે મનગમતું હતું, એના પાછા આવવાની પણ ખુશી હતી.એની આ ખુશીમાં સહભાગી થવાથી નિતુ પણ જાણે પોતાની જાતને ધન્ય માની રહી હતી. તેઓની સાથે ડિનર કરવાની એની અનુભૂતિ કંઈક અલગ રહી. વિદ્યા અને નિકુંજ મસ્તી કરતા ડીનરનો આનંદ માણિ રહ્યા હતા તો નિતુ પણ તેની આ મસ્તી