અભિનેત્રી - ( છેલ્લો ભાગ )

  • 462
  • 222

અભિનેત્રી 67*      એ ખૂની હવે હોલમા આવ્યો.અને બેહોશ પડેલી શર્મિલાને પોતાની બાહોમાં લઈને બેસેલા બ્રિજેશ ઉપર એજ લોહી નીતરતી છરી વડે એણે હુમલો કરવાનો પ્રયત્ન કર્યો.    ખૂનીએ બ્રિજેશની પીઠ પાછળથી બ્રિજેશ ઉપર હુમલો કરવા પોતાનો છરી વાળો હાથ ઉગામ્યો.અને બરાબર એજ વખતે સુનીલે પોતાના ઘરમાં પગ મૂક્યો.એણે દોડીને ખુનીનું કાંડુ પકડી લીધુ.બ્રિજેશે ગભરાઈને પાછળ જોયુ તો કોન્સ્ટેબલ જયસૂર્યાના હાથમા છરી હતી અને સુનીલના હાથમા જયસૂર્યાનુ કાંડુ.   બ્રિજેશ અવાક થઈ ગયો.જયસૂર્યાને આ રુપમાં જોઈને.જેને પોતે પોતાનો મોટો ભાઈ સમજીને માન આપતો હતો.જેનો પોતે ઉપરી હોવા છતાં જેની હંમેશાં સલાહ સૂચનો લેતો હતો.જેનો એ અત્યંત આદર કરતો હતો. એ જયસૂર્યા