અનંત ઇચ્છા

અનંત ઇચ્છાએક માણસ લાંબી યાત્રાએથી પાછો ફર્યો. રાત્રે તે પોતાના મિત્રના ઘરે રોકાયો. બંને બેઠા-બેઠા યાત્રાની વાતો કરવા લાગ્યા. અચાનક તેની આંખોમાં રહસ્યમય ચમક આવી. તેણે કહ્યું, "મિત્ર, આ યાત્રામાં મને એક અદભૂત વસ્તુ મળી છે. હું તને આપવાનો હતો, પણ હવે હું ડરું છું. આપું કે ન આપું? કારણ કે જેની પાસે આ વસ્તુ ગઈ, તેના જીવનમાં ખુબ ભયંકર પરિણામો આવ્યા" મિત્રની આંખો ચમકી. "એ શું છે?" તેણે ઉત્સુકતાથી પૂછ્યું. "એક તાવીજ છે," માણસે ગંભીર અવાજે કહ્યું. "આ તાવીજમાંથી તું ત્રણ ઇચ્છાઓ માંગી શકે છે, અને તે પૂર્ણ થઈ જાય છે. મેં પોતે ત્રણ ઇચ્છાઓ માંગી જોઈ. તે પૂર્ણ