દેખાડો

  • 314
  • 110

દેખાડો   कामं क्रोधं च लोभं च दम्भं दर्पं च भूमिपः | सम्यग्विजेतुं   यो  वेद स  महीमभिजायते  || આ શાશ્વત જ્ઞાન છે કે જે વ્યક્તિ કામ, ક્રોધ, લોભ, દંભ (ખોટી શાન) અને ઘમંડ – આ બધી પ્રવૃત્તિઓ પર વિજય મેળવે છે, તે જ આ પૃથ્વી પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી શકે છે. એકવારની વાત છે...! એક સુંદર યુવતી અને ગુપ્તાજી વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો...! એક દિવસ બંને એક રમણીય બગીચામાં બેઠાં હતાં. ચારેબાજુ લીલુંછમ ઘાસ, રંગબેરંગી ફૂલો અને પંખીઓના મધુર કલરવથી વાતાવરણ અત્યંત મોહક બની રહ્યું હતું. યુવતીના ચહેરા પર એક અજાણી ઉત્સુકતા હતી, જાણે તે કંઈક મહત્વનું પૂછવા