કન્નપ્પા - રાકેશ ઠક્કર3 કલાક લાંબી હિન્દી ડબ ફિલ્મ ‘કન્નપ્પા’ નો ખરો આત્મા તેના 35 મિનિટના ક્લાઇમેક્સમાં રહેલો છે. એ માટે અઢી કલાક સુધી રાહ જોવી પડે છે. જો સેન્સર બોર્ડમાં થોડા દ્રશ્યો કપાયા ના હોત અને નિર્દેશકે એક ગીત અડધું કાપવા સહિત બીજી 12 મિનિટ ટૂંકી કરી ના હોત તો સવા ત્રણ કલાક લાબી બની ગઈ હોત. પહેલા ભાગમાં હજુ 15 મિનિટ ટૂંકી કરવાની જરૂર લાગે છે. જો ફિલ્મ લગાન, એનિમલ, RRR, પુષ્પા વગેરે જેવી માસમસાલા અને જોરદાર કન્ટેન્ટ સાથેની હોય તો લાંબી પણ સારી લાગે છે. ‘કન્નપ્પા’ માં કન્ટેન્ટ છે પણ મનોરંજન નથી. આ ફિલ્મનો પહેલો ભાગ પાત્રો અને પૃષ્ઠભૂમિને સ્થાપિત કરવામાં જ નીકળી જાય