મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 24

  • 246
  • 104

ભાભાએ ઘરે જઈ ખાટ પર આસન લીધું ત્યારે બાર વાગવા આવ્યા હતા. ગોરાણીએ રસોઈ બનાવી નાંખી હતી. બાબો ટેમુ સાથે બોટાદ ગયો હતો એની ભાભાને ખબર હતી કારણ કે ટેમુની દુકાનનો માલ લેવા ઘણીવાર બાબો એની સાથે જતો. બપોર સુધીમાં બાબો આવી જાય તેમ હતો એટલે સાથે જ જમવાનું હતું. ગોરાણી પાણીનો લોટો લઈ આવ્યા એટલે ભાભાએ પૂછ્યું, "બાબો હજી નથી આવ્યો?''"કદાચ મોડું થાય તો તમે જમી લેજો એમ કહીને ગયો છે. તમને ભૂખ લાગી હોય તો થાળી પીરસું." ગોરાણીએ કહ્યું. "થોડીવાર રાહ જોઈએ. પછી ફોન કરીને પૂછી લેશું; જો એને બહુવાર ન હોય તો સાથે જ જમીશું. મારે કંઈ ઉતાવળ