ગર્ભપાત - ૧૪ મમતાબાને ત્યાં દિકરીનો જન્મ થયો અને તેનું નામ સોનલબા રાખવામાં આવ્યું. આખી હવેલીમાં ખુશીનો માહોલ હતો. પ્રતાપસિંહ પણ જૂનું બધું ભૂલીને દિકરી જન્મના ઉત્સાહમાં હતો. અચાનક મોડીરાત્રે હવેલીમાંથી બધા મહેમાનોના ગયા બાદ નાનકડી સોનલ રડવાનું શરૂ કરે છે. તે એટલી હદે રડતી હતી કે મમતાબા અને સાવિત્રીને પણ ચિંતા થતી હતી. કદાચ જો નાનકડું બાળક વધુ રડે તો તેને ઘાટી જવાનો ડર હતો. અચાનક એકદમ નાનકડી સોનલનું રડવાનું બંધ થઈ ગયું અને તે પોતાના હાથ ઉંચા કરીને છત સામે જોઈને હસવા લાગી. સાવિત્રી અને મમતાબાને નવાઈ લાગી અને