ગર્ભપાત - ૧૧ સાવિત્રીએ જ્યારે સવારે પોતાના કામકાજ પતાવીને ઢીંગલીને શણગાર કરવા માટે એને લેવા ગઈ ત્યારે એણે જોયું કે ઢીંગલીના ડાબા હાથમાં જે ચુડીઓ હતી તે અત્યારે ગાયબ હતી. પહેલાં ઢીંગલીના કાનની બુટ્ટી અને હવે ચુડીઓ પણ ગાયબ થતાં સાવિત્રીને ફાળ પડી. સાવિત્રી ઢીંગલીને લઈને ઉતાવળા ડગલે મમતાબા પાસે જવા લાગી.મમતાબા પોતાના કામકાજમાં હતાં ત્યાં સાવિત્રીએ બૂમ પાડીને એમને બોલાવ્યાં. " કેમ શું છે, કેમ આમ હાફળી - ફાંફળી થઈને દોડીને આવી? એવી તે શું વાત છે સાવિત્રી! " મમતાબાએ ચિંતિત થયેલી સાવિત્રીને જોઈને પૂછયું. " બેન બા! આ ઢીંગલી! " સાવિત્રીએ ડરતાં ડરતાં માંડ એટલું જ બોલી