ગર્ભપાત - ૧૦ પ્રતાપસિંહ પૂરપાટ વેગે પોતાની જીપને ભગાવી રહ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયાં હતાં. થોડી - થોડી વારે વિજળી ચમકી રહી હતી. ગમે તે ઘડીએ વરસાદ તુટી પડે એવું વાતાવરણ સર્જાયું હતું. પ્રતાપસિંહ માટે નવાઈની વાત એ હતી કે પોતે જેસલમેરમાં હતો ત્યારે વાતાવરણ એકદમ સ્વચ્છ હતું ને અત્યારે આમ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો એ અનપેક્ષિત હતો. રસ્તા પર ઘેરું ધુમ્મસ છવાયેલું હતું. જીપની હેડલાઈટના પ્રકાશમાં માંડ થોડે આગળનો રસ્તો જ દેખાઈ રહ્યો હતો. અચાનક આગળ કોઈ નાનું બાળક ઊભું હોય એવો આભાસ થતાં પ્રતાપસિંહે બ્રેક પર પગ રાખી દેતાં એક જોરદાર આંચકા સાથે જીપ